વલસાડ જિલ્લા યોગાસન સ્પોટર્સ ચેમ્પિયનશિપ વાપીના ડુંગરા ખાતે યોજાઈ, ૬૫ સ્પર્ધકોએ યોગના વિવિધ આસનો કર્યા
વાત્સલ્યમ સમાચાર
વલસાડ
વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૫ વાપીના ડુંગરા ખાતે આર. એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખાતે ભાઈ- બહેનોની કુલ ૧૦ ઈવેન્ટ પૈકી ૩ સ્પર્ધામાં સ્પર્ધકોએ સંગીતના તાલે યોગાસન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ ઉદિત શેઠ અને સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે કોમ્પિટિશન ડાયરેક્ટર નિલેશ કોસીયા દ્વારા વલસાડ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશને મેળવેલી સિદ્ધિઓ અને યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ બાબતે જાણકારી આપી હતી. શાળાના આચાર્ય પ્રખર ભારદ્વાજ દ્વારા ખેલાડીઓને યોગાસન સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહિત કરી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રણભૂમિ એકેડમીના પ્રમુખ કેયુર પટેલ દ્વારા બાળકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમે વિજેતા થવા જણાવ્યું હતું. આ સ્પર્ધામાં સબ જુનિયર, જુનિયર અને સિનિયર ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં સંગીતના સથવારે ત્રણ યોગાસન સ્પર્ધા થઈ જયારે સાત ઇવેન્ટમાં ટ્રેડિશન યોગાસન, ફોરવર્ડ બેન્ડ, બેક બેન્ડ, ટ્વિસ્ટિંગ, હેન્ડ બેલેન્સ, લેગ બેલેન્સ વ્યક્તિગત અને સુપાઇન યોગાસન સ્પર્ધા થઈ હતી. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને નગરપાલિકા પૂર્વ શાસક પક્ષના નેતા નિલેશ રાઠોડ, વાપી નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ઇનર વ્હીલ ઓફ વાપીના જ્યોતિ શાહ અને રીટાબેન, આચાર્ય પ્રખર ભારદ્વાજ તેમજ ઉપસ્થિત એસોસિયેશનના પદાધિકારીઓના હસ્તે વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓ હવે આગામી માસમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમી વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કો-ઓર્ડીનેટર પૂનમ બોડાવાલા, કોમ્પિટિશન ડાયરેક્ટર નિલેશ કોસીયા, કોમ્પીટીશન મેનેજર રાધા જોષી, જિલ્લા સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા, ટી.એસ.આર. કો-ઓર્ડીનેટર સોનલ પટેલ તેમજ ચીશીલ કોલી અને તમામ ટેક્નિકલ ઑફિશિયલે સ્પર્ધા સફળ કરવા મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે વાપી જી.આઈ.ડી.સી. પોલીસ ઇસ્પેક્ટર ગોહિલ, મહિલા પતંજલી યોગ સમિતિના રાજ્ય અધ્યક્ષ તનુજા આર્ય, આર.એસ.જે,આઈ.એસ.ઈન્ટરનેશનલ સ્કૂલ વાપી મેનેજિંગ ટ્રસ્ટી ટીશા રાઠોડ, વાપી નોટીફાઇડ સંગઠનના મહામંત્રી બિમલ ચૌહાણ, ભારત સ્વાભિમાન ટ્રસ્ટ વલસાડ પ્રમુખ રાજુ ભાલાની, ઉપપ્રમુખ કમલેશ પત્રેકર અને વલસાડ વોલીબોલ એસો.ના પ્રમુખ નીતિન સોનવણે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નિલેશ કોસીયા <span;>દ્વારા કરવામાં આવી હતી.