અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી સાબરકાંઠામાં 2 હજાર કરોડનું ફુલેકુ થવાની ભીતિ..! ગ્રાહકોને આકર્ષવા લાખ્ખો રૂપિયા નો ખર્ચો,
અરવલ્લી જિલ્લામાં લોભીયાઓની હવે ઊંઘ હરામ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.કારણકે આજે અખબારમાં એક અહેલાલ પ્રસિદ્ધ થયો છે.જેમાં લખવામાં આવ્યું છે કે, સાબરકાંઠા-અરવલ્લીમાં રોકાણકારોના રૂ.૨ હજાર કરોડનું ફૂલેકું થવાની ભીતિ સેવી છે.ભૂતકાળમાં અરવલ્લીના અનેક લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.છતાં લોભીયાઓ માં જાગૃતિનો અભાવ હોય એમ,ગ્રાહકો રૂપિયાનું રોકાણ કરતા જાય છે અને ગુમાવતા જાય છે.અરવલ્લીમાં ગ્રાહકોને આકર્ષવા લાખ્ખો રૂપિયા નો ખર્ચો થઈ રહ્યો છે,શુ તમને ખબર છે? આ કોના રૂપિયા નો વ્યય થઇ રહ્યો છે.રોકાણકાર કંપની ઓ ક્યારે બંધ થઇ જશે એ નક્કી નથી પણ ભુતકાળમાં પણ નામચીન કંપની ના પાટિયા પડી ગયા છે હવે નામચીન કંપની નો વાળો આવે તો નવાઈ નહિ.. શું તમારા રૂપિયા ની ગેરેન્ટી ખરી…? વ્યાજ ન મળે તો ચિંતા ન કરતાં મૂડી ની ચિંતા કરજો કારણકે સળગ્યું છે એટલે જ ધુમાડો નીકળ્યો છે.