
અરવલ્લી
અહેવાલ –
અરવલ્લી : SOGએ મોડાસા ફોરેસ્ટ કોલોની નજીક ઘરમાંથી 27 ફીરકી ચાઈનીઝ દોરી ઝડપી, મોતની દોરીનો ધૂમ વેપલો
વિદેશી દારૂની જેમ ચાઇનીઝ દોરીમાં પણ ત્રણ-ચાર ઘણો નફો હોવાથી યુવકો ચાઇનીઝ દોરીના વેપલામાં જંપલાવી રહ્યા છે
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ઘાતક અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપલો કરતા શખ્સો સક્રિય થયા છે.ત્યારે અરવલ્લી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોડાસા શહેરના સાઈમંદિર સામે આવેલ ફોરેસ્ટ કોલોની નજીક એક રહેણાંક મકાનમાં રેડ કરી થેલામાં સંતાડેલ 13 હજારથી વધુની ચાઇનીઝ દોરીની 27 ફીરકીઓ સાથે જય પટેલને દબોચી લીધો હતો જીલ્લામાં ચાઇનીઝ દોરી ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી વેચતા મોતના સોદાગરો સામે સખ્ત કાર્યવાહી હાથધરી છે એસઓજીએ મોડાસા શહેરના માલપુર રોડ પર પેટ્રોલિંગ હાથધરતા સાંઈ મંદિર સામે ફોરેસ્ટ કોલોની પાસે રહેતો જય પ્રજ્ઞેશ પટેલ ઘરેથી ચાઈનીઝ દોરી વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબ ડતોડ બાતમી આધારિત ઘરમાં રેડ કરતા મોતની દોરી વેચતો જય પટેલના મોતિયા મરી ગયા હતા એસઓજી પોલીસે ઘરમાં થેલામાં સંતાડેલ 13 હજારથી વધુની ચાઇનીઝ દોરીની 27 ફીરકીઓ સાથે દબોચી લીધો હતો અરવલ્લી એસઓજીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જય પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ બીએનએસ 2023ની કલમ 223 મુજબ ગુન્હો નોંધાવી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





