HALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત તાલુકામાં 79 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૮.૨૦૨૫

હાલોલ નગર સહિત તાલુકામાં 15 ઓગસ્ટ શુક્રવારના રોજ 79 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં હાલોલ મામલતદાર કચેરી ખાતે નાયાબ મામલતદાર એન. કે.મોદી ધ્વારા ધ્વજવંદન કરાયું હતું જ્યારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.જ્યારે હાલોલ તાલુકા કક્ષાની ઉજવણી નવા ઝાંખરિયા ગામ ખાતે કરાઈ હતી.જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ઐતિહાસિક કિલ્લા પર ચાંપાનેર સર્કલ ઓફિસર મુકેશ પઢિયાર ધ્વારા ધ્વજવંદન કરાયું હતું.જ્યારે હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઈ આર.એ.જાડેજાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને હાલોલ રૂરલ પોલીસ મથકે પીઆઈ કે.એ.ચૌધરી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે હાલોલ નગરની કલરવ શાળા ખાતે પણ 79 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરાઇ હતી જેમાં શાળાના શિક્ષિકા કૃતિકા પટેલ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું,હાલોલ નગરની વીએમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે સ્વાતંત્ર દિન ની આન બાન શાન થી વિધાર્થીઓ તેમજ શિક્ષક ગન ધ્વારા દિલ્હીના લાલકિલ્લા પર ધ્વજવંદન કરાતું હોય તેઓ માહોલ સર્જાયો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રનું ગીતો રજૂ કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગે ચંગે બાળકોએ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો આમ સમગ્ર હાલોલ તાલુકામાં 79 માં સ્વતંત્રતા પર્વની આન બાન શાન થી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી અધિકારીઓ સહિત શાળાના વિધાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર ઉજવણી માં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!