KUTCHMANDAVI

ભુજ તાલુકાના ૧૭૮ શિક્ષકોએ દર્દીઓ માટે ૬૨ હજાર સી.સી. રક્ત એકત્ર કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ તા. ૫ સપ્ટેમ્બર : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ અને લાયન્સ હોસ્પિટલ ભુજના સયુંકત ઉપક્રમે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કિડની ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ હોસ્પિટલ, ભુજ ખાતે યોજાયું હતું. કેમ્પમાં ભુજ તાલુકાના ૧૭૮ જેટલા શિક્ષકોને રક્તદાન કરી ‘ શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ ની ઉકિતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી. કુલ ૬૨ હજાર સી.સી. જેટલું રક્તદાન એકત્ર કરાયું હતું. સંગઠન માત્ર પોતાના હક્કો અને હિતો માટે લડે છે એવું નથી. શિક્ષકોએ અગાઉ પણ ભૂકંપ, પૂર, કોરોના, શહીદો વગેરે માટે ફંડ એકત્ર કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા અગાઉ ૮ વખત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન પરમાર સહિતના અધિકારીઓ અને શિક્ષક સમાજના હોદ્દેદારો તથા લાયન્સ અગ્રણીઓના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ખુદ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરત પટોડિયા, રાજ્ય સંગઠનના હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, તાલુકા સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા , મેહુલ જોષી સહિતના અગ્રણીઓએ રક્તદાન કરી શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. કેમ્પમાં ચેરમેન લાયન ભરત મહેતા, ડાયરેક્ટર અભય શાહ, પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર શૈલેન્દ્ર રાવલ, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ અજિતસિંહ રાઠોડ તેમજ હોસ્પીટલ એડમીન વ્યોમાબેન મહેતા સહિતનાઓ ઉપસ્થિત રહી રક્તદાન માટેની સમગ્ર વ્યવસ્થા પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલમાં દર્દીઓ માટે મફત ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રક્તદાન કેમ્પને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા સહિતનાઓએ શુભેચ્છા પાઠવી શિક્ષકોના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. રક્તદાન કરનાર તમામ શિક્ષકોને પ્રમાણપત્ર સાથે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિક રૂપે પાંચ રક્ત દાતાઓનું સન્માનપત્ર અને ગિફ્ટ દ્વારા મહિલા કોલેજ ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે અને ત્રિકમ છાંગાના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌએ શિક્ષકોના માનવતા વાદી કાર્યને બિરદાવ્યું હતું. કેમ્પમાં દાતા પ્રવિણ ભદ્રાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા સંઘના મંત્રી કેરણા આહિર , વિલાસબા જાડેજા, ગણેશ કોલી, કાંતિભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર આયોજનને સફળ બનાવવા શિક્ષક સંગઠનના રશ્મિ પંડ્યા, ધીરજ ઠક્કર યોગેશ જરદોશ, જયેન્દ્રસિંહ ઝાલા, હાર્દિક ત્રિપાઠી, ધવલ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અનિલ મોદી, શ્યામ મહેતા, અનિલ રૂપારેલ ઉપરાંત લાયન્સ હોસ્પિટલ તથા જનરલ હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!