અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કરકે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ અમદાવાદ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા મેઘરજ તાલુકાના રાહત કામ ના શ્રમિકો ને ચંપલ વિતરણ કરવામાં આવ્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજગોળ અને ધોલાપણા ગામે ચાલતા રાહત કામ ના શ્રમિકો ને કર્કે દેખો અચ્છા લગતા હૈ અમદાવાદ ગ્રુપ ના સહયોગ થી પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા આજ રોજ તારીખ 7/6/2024 ના રોજ કુલ 300 શ્રમિકો ને પરિવર્તન ટ્રસ્ટ ના ટ્રસ્ટી જગદીશભાઇ પંડ્યા,અને મહેશભાઈ ખરાડી તથા મેટ શ્રી વિનુભાઈ ધોળા પાણા અને મેટ શ્રી શૈલેષભાઈ તેમજ અમદાવાદ કર કે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ ના પિંકીબેન શાહ અને રાજ ત્રિવેદી હાજર રહ્યા હતા અને તેમના હસ્તે સાઈડ ઉપર જ તમામ શ્રમિકો ને નવીન ચંપલ ની જોડ આપવામાં આવી હતી.જેમાં પુરુષો અને મહિલા શ્રમિકો ને તેમના માપ મુજબ ચંપલ આપ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના ટ્રસ્ટી એ જણાવ્યુ કે ધોમ ધખતા તાપમાં એક રાહત કામ ની મુલાકાત માં જોવામાં આવેલ કે ગણા બધા શ્રમિકો ચંપલ વગર કામ કરતા હતા તે વિચાર અમદાવાદ ના ગ્રુપ સાથે સંકળાયેલ સ્મિતા બેન પંડયા ને જણાવેલ તેના ફળ સ્વરૂપે ગ્રુપ ના મિત્રો એ આ કામ નો વિચાર કરી ને મદદ માટે આગળ આવેલ. આ બાબતે સ્થાનિક શ્રમિકો ચંપલ વિતરણ થી વધુ ખુશ હતા. અમદાવાદ ના કરકે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ ને સંસ્થા ના ટ્રસ્ટી અને ટીમ ને સંસ્થા ના કાર્યો જાણકારી આપી અને વિસ્તાર ની સમસ્યા ઓ થી માહિતગાર કર્યા હતા.અને સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવા આવ્યો.