ARAVALLIBHILODA

બુટલેગર ડુંગરમાં ગાયબ : ભિલોડા પોલીસે ભાણમેર ગામ નજીક ઇકો કારમાંથી 92 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બુટલેગર ડુંગરમાં ગાયબ : ભિલોડા પોલીસે ભાણમેર ગામ નજીક ઇકો કારમાંથી 92 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો અંતરિયાળ આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય થયા છે ભિલોડા પોલીસે ભાણમેર ગામની સીમમાંથી બિનવારસી ઇકો કારમાંથી 658 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસ નાકાબંધી જોઈ ડુંગરમાં ફરાર થનાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ભિલોડા તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ભાણમેર ગામની સીમમાં વોચ ગોઠવી દીધી હતી બુટલેગર રોડ પર પોલીસ ઉભી હોવાની ભણક આવી જતા બુટલેગર ઇકો કાર રોડ પર મૂકી ઝાડી-ઝાંખરામાં દોટ લગાવતા પોલીસે પીછો કરતા પનો ટૂંકો પડતાં બુટલેગર ડુંગરમાં છૂ થઈ જતા બિનવારસી ઇકો કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-658 કિં.રૂ.92090/- અને ઇકો કાર મળી કુલ.રૂ.2.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા ઇકો કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Back to top button
error: Content is protected !!