અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા 15 વર્ષની છોકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ.
બિછીવાળા તાલુકા ની યુવતીની વ્હારે અભયમ ટીમ આવી
આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભય મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે ભિલોડા તાલુકાના એક ગામમાં એક અજાણી છોકરી એકલી બેઠી છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતી નથી જેથી મદદની જરૂર છે આ માહિતી મળતા તરત જ ફરજ પરના કાઉન્સેલર મનીષાબેન મકવાણા અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને 181 ની ટીમે છોકરીની સાથે વાતચીત કરતા તેનું નામ સરનામું તેમના પરીવારના સભ્યો ના નામ ને મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ તથા બેનની પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેને અલગ અલગ ગામોના નામ જણાવ્યા હતા ઘટના સ્થળ પર હાજર રાજસ્થાનના કારીગર ને પૂછપરછ કરી તેમણે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી પરંતુ ત્યાં છોકરીને કોઈ ઓળખતું જ ન હતું ત્યારબાદ સોશિયલ મીડિયાના સંપર્કમાં રહીને અલગ અલગ જણાવેલા ગામોમાં તપાસ કરેલ અને બીછીવાળા તાલુકાના એ ગામોના સરપંચ નો સંપર્ક કરી તેમની મદદ લઈ એ ગામોમાં તપાસ કરતાં છોકરીના પરિવારને શોધી કાઢ્યા હતા અને છોકરીના માતા-પિતા તથા ભાઈ સાથે ફોન પર વાતચીત કરી જાણ કરેલ હતી બેન એમ જણાવતા હતા કે શામળાજી બાજુના એક છોકરા સાથે અફેર હોવાથી તેની સાથે આવી ગયા હતા અને હવે તે છોકરો મારકુટ કરતો હોવાથી બેન થોડી માનસિક અસ્થિર છે 181 ની ટીમે છોકરીના પરિવારને સ્થળ પર બોલાવ્યા હતા છોકરીના પરિવારને પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ બીછીવાળા તાલુકાના એક ગામના રહેવાથી છે છોકરીને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરે કહ્યા વગર બહાર જતા રહ્યા હતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં શોધવાના પ્રયત્નો કરેલ પરંતુ છોકરી મળેલ ન હતી ત્યારબાદ 181 ટિમ દ્વારા છોકરીનું કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું પરિવારના સભ્યોને સમજાવવા કરી આપી હતી અને રોજ સમયસર દવા આપવાનું જણાવ્યું હતું પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ હવે પછી છોકરીનું વધુ સારી રીતે ધ્યાન રાખશે તેવું પરિવારે જણાવ્યું હતું ત્યારબાદ છોકરીનો કબજો તેમના પરિવારના સભ્યોને સોંપી આપેલ હતી છોકરી ના પરિવાર દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી