ARAVALLIMODASA

મોડાસા – લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં બીલ વગરના 20 મોબાઇલ કબજે,5 દુકાનદારો સામે કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં બીલ વગરના 20 મોબાઇલ કબજે,5 દુકાનદારો સામે કાર્યવાહી

મોડાસા શહેરમાં આવેલી લક્ષ્મી શોપિંગ સેન્ટર અને આસપાસની મોબાઇલ દુકાનોમાં અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતાં બીલ વગરના 20 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કુલ રૂ. 40,893 કિંમતના આ મોબાઇલ ફોન કબજે કરીને દુકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ કાર્યવાહી અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બીલ વગર મોબાઇલની ખરીદી-વેચાણ અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી શહેરની મોબાઇલ વેચાણ અને રીપેરીંગ દુકાનોમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન લક્ષ્મી શોપિંગ સેન્ટર અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી પાંચ દુકાનો — ગ્રીન ચેનલ મોબાઇલ, એપલ મોબાઇલ, એમ મોબાઇલ, એમ કે મોબાઇલ અને એ-વન મોબાઇલ માંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. દુકાનદારો પાસે ખરીદીના બીલ રજૂ કરવા કહેતાં તેઓ કોઈ પુરાવો રજૂ કરી શક્યા નહોતા.પોલીસે પ્રાથમિક શંકાના આધારે આ મોબાઇલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવેલા હોઈ શકે તે દિશામાં તપાસ શરૂ કરી છે. તમામ 20 મોબાઇલ ફોન કબ્જે લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઈ) અને 106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહીથી મોડાસા શહેરમાં ગેરકાયદેસર મોબાઇલ વેચાણ સામે પોલીસ વધુ સક્રિય બન્યાનો સંદેશ મળ્યો છે.

Back to top button
error: Content is protected !!