ARAVALLIBHILODA

અરવલ્લી : ભિલોડાના 4 પોલીસકર્મી ખાખીધારી ગુંડા…!! કારમાં પસાર થતા બે શખ્સોને ઢોર માર મારી 1.80 લાખ પડાવી લીધાનો આક્ષેપ  

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડાના 4 પોલીસકર્મી ખાખીધારી ગુંડા…!! કારમાં પસાર થતા બે શખ્સોને ઢોર માર મારી 1.80 લાખ પડાવી લીધાનો આક્ષેપ

*અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા 31 ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે *

*હમ નહીં સુધરેંગેની યુક્તિને સાર્થક કરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મી અને એક હોમગાર્ડ*

*અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી થતી દારૂની હેરાફેરીમાં મોટા ભાગે તોડ થતો હોવાની ચર્ચા*

*જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ કર્મીઓને લીધે સ્વચ્છ છબી ધરાવતા પોલીસકર્મીઓ પણ લોકો એક જ નજરે જોઈ રહ્યા છે*

*ભ્રષ્ટ પોલીસકર્મીઓના પગલે જીલ્લામાં ખાનગી વહીવટદારોને ઘી-કેળા*

અરવલ્લી જીલ્લા પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તોડ અને હપ્તારાજમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી લોક આક્રોશ જોવા મળી રહ્યો છે જીલ્લા પોલીસતંત્રના ધજીયા ઉડે તેવી ઘટના બહાર આવતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ અને એક હોમગાર્ડ સ્વીફ્ટ કારમાં બુઢેલી ગામ નજીકથી પસાર થતી અલ્ટો કારને અટકાવી દારૂ હોવાની આશંકા રાખી કારમાં સવાર બે શખ્સો પર બેરહેમી પૂર્વક તૂટી પડી કારમાં રહેલા એક લાખ રૂપિયા લૂંટી લઈ વધુ 80 હજાર રૂપિયા બંને શખ્સોને સ્વીફ્ટ કારમાં બેસાડી હિંમતનગર મિત્રના ત્યાંથી પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી રાજસ્થાની શખ્સે જીલ્લા પોલીસવડાને કરી હોવાની સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે સાથે પોલીસ દમનનાનો ભોગ બનેલ શખ્સના ફોટો પણ જોવા મળી રહ્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ કાયદાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરી રહ્યા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને રાજસ્થાનના ગતરાલી ગામના પરભુલાલ નાનજી દરંગાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓના નામજોગ અને એક હોમગાર્ડ સામે ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં બુઢેલી નજીક તેમની કાર અટકાવી ઢોર મારમારી 1.80 લાખ રૂપિયા પડાવી લઇ ખોટા ગુન્હામાં ફસાવી દઈ જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો છે જીલ્લા પોલીસવડા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી ચારે પોલીસકર્મી અને હોમગાર્ડ સામે થયેલ અરજીમાં તથ્ય હોય તો પોલીસની આબરૂની ધૂળધાણી કરનાર પોલીસકર્મીઓ સામે

શખ્ત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

રાજસ્થાન ગતરાલી ગામના પરભુલાલ નાનજી દરંગા તેમના પાલીસોડા ગામના રોહીત કાંતિભાઈ બરંડા સાથે અલ્ટો કારમાં કરિયાણું લેવા હિંમતનગર નીકળ્યા હતા ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બુઢેલી નજીક પસાર થતા સામેથી સ્વીફ્ટ કારમાં આવેલા પોલીસકર્મી નલીનકુમાર બાબુભાઈ, જતીન અનિલભાઈ વાઘેલા,જીતુભાઇ સુવેરા અને હરીશભાઈ ભગોરા તેમજ એક હોમગાર્ડ તેમની કાર અટકાવી ક્યાંથી આવો છો પૂછી બંને શખ્સોએ કરિયાણું લેવા હિંમતનગર જતા હોવાનું જણાવતા પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રાજસ્થાનીઓ તમને નહીં છોડીએ કહી બિભસ્ત ગાળો બોલી રોહિત બરંડા પર તૂટી પડ્યા હતા પરભુલાલે પોલીસકર્મીઓને અટકાવતા તેમને પણ લાકડીઓ અને પટ્ટાથી માર મારી રોહિત ડામોરને રોડ પર ઉંધા સુવડાવી ઢોર માર મારી કારમાં રહેલા એક લાખ રૂપિયા જબરજસ્તીથી કાઢી લઇ માર મારવાનું ચાલુ રાખી મારથી બચવું હોય તો વધુ એક લાખ રૂપિયા માંગતા બંને રાજસ્થાની શખ્સો ગભરાઈ ગયા હતા રોહિત ડામોરને મોત સામે દેખાતા હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં અમિત ભાઈ ગેરેજ વાળને વાત કરતા તેને 80 હજાર રૂપિયા આપવાની વાત કરતા ચાર પોલીસકર્મીઓ અને હોમગાર્ડ સ્વીફ્ટ કારમાં બેસાડી હિંમતનગર પહોંચી 80 હજાર રૂપિયા જીતુ સુવેરા નામના પોલીસકર્મીને રોહિત બરંડાએ આપતા પરત શામળાજી નજીક ગુણિયા કુવા પાસે ઉતારી સમગ્ર ઘટના અંગે કોઈ ને પણ જાણ કરશો તો ખોટા ગુન્હામાં ફસાવી જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો છે

પોલીસકર્મીના દમનનો ભોગ બનેલ બને શખ્સોને શામળાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી બંને આરોપીઓ ઢોર મારના પગલે ગભરાઈ ઉઠ્યા છે અને જીવને જોખમ હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો છે જીલ્લા પોલીસવડા ભિલોડા પોલીસકર્મીઓ સામે થયેલ આક્ષેપ અંગે સ્વીફ્ટ કારમાં ફરિયાદીને લઈને ભિલોડા થી હિંમતનગર 80 હજાર રૂપિયા લેવા ગયા હોવાના આક્ષેપ અંગે સમગ્ર રૂટ પર લાગેલ ખાનગી સીસીટીવી કેમેરા અને હિંમતનગરમાં નેત્રમ કેમેરાના સીસીટીવી ફૂટેજ ચેક કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે પોલીસકર્મીઓ એ બંને શખ્સોને ઢોર માર મારેલ ઈજાઓના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મૂઢ માર મારનાર પોલીસકર્મીઓ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!