અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : નાલંદા શાળા વિકાસ સંકુલ, મોડાસા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શિણાવાડ હાઇસ્કૂલમાં યોજાયું
જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર, અરવલ્લી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોડાસા, જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી મોડાસા તથા નાલંદા શાળા વિકાસ સંકુલ, મોડાસા આયોજિત S. V. S કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2025-26 શિણાવાડ હાઇસ્કુલ ખાતે તારીખ 26/09/2025 ને શુક્રવારે શિણાવાડ કેળવણી મંડળના પ્રમુખશ્રી માનનીય નટવરલાલ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના ઇ.આઇ દશરથભાઈ નીનામા, જયેશભાઈ પટેલ, અરવલ્લી ડાયટ ના સિનિયર લેકચર સુવેરા બહેન,જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન. ડી. પટેલ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ,S. V. S કન્વીનર મયંકભાઇ ભટ્ટ ,તાલુકા પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ, તથા સંકુલના સૌ આચાર્ય ઓ તેમજ તાલુકાની શાળાઓ માંથી આવેલ 67કૃતિઓ,બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શન શિક્ષકઓની હાજરીમાં ઉત્સાહભેર યોજાઈ ગયો. શાળાના યુવાન, ઉત્સાહી આચાર્ય મયુરભાઈ પટેલે સૌ મેહમાનોને આવકાર્ય હતા, શિણાવાડ હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના દાતા ડૉ. ભરતભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ પ્રજાપતિ અને તેમના પરિવાર મંડળને 5,11,000 માતબર રકમનું દાન આપવામાં આવ્યું તે બદલ મંડળ દ્વારા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા. દાતાશ્રીઓ દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત ઇનામ દરેક બાળ વૈજ્ઞાનિક ને આપવામાં આવ્યું હતું તેમજ દરેક વિભાગની અંદર એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર કૃતિઓને દાતા ઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ આમંત્રિત મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, કેળવણી મંડળ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા બહેન કોમલબહેન પટેલ તેમજ મોડાસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.