ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ :- ગાયત્રી મંદિર નજીક બાઈક લઈને ઘરે જઈ રહેલા એક પુરુષને અચાનક દોરી વાગતાં ગંભીર ઈજા પહોંચી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ :- ગાયત્રી મંદિર નજીક બાઈક લઈને ઘરે જઈ રહેલા એક પુરુષને અચાનક દોરી વાગતાં ગંભીર ઈજા પહોંચી

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં આજે એક દુર્ઘટનાસભર ઘટના બની હતી. મેઘરજના ગાયત્રી મંદિર નજીક બાઈક લઈને ઘરે જઈ રહેલા એક પુરુષને અચાનક દોરી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર ૫૫ વર્ષીય સઈદભાઈ અબ્દુલભાઈ મકરાણી બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા તે દરમ્યાન માર્ગ પર લાગેલી દોરી અચાનક તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. દોરી વાગતા તેઓ ઘવાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક મદદરૂપ બની ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માર્ગ પર લટકતી દોરીને લઈ ફરી એકવાર માર્ગ સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ ઉતરાયણ પર્વ ને લઇ ખાનગી રીતે જે પ્રકારે ચાઇનીઝ દોરી નો વેપાર થતો હોય છે ત્યારે આવા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!