GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ટાવર ક્લોકના કાંટા થંભી ગયા, પાલિકા સમયસર જાગે તો સારું!

 

MORBI:મોરબીમાં ટાવર ક્લોકના કાંટા થંભી ગયા, પાલિકા સમયસર જાગે તો સારું!

 

(મોહસીન શેખ દ્વારા મોરબી) સમય બળવાન છે અને સમયનું મહત્વ યોગ્યસમયે ન સમજે તે સમય સાથે કદી નહીં ચાલી શકે તેવીકહેવતોથી આપણી માતૃભાષા વૈભવી બની રહી છે.આપણા પૂર્વજો સમય પાલનના આગ્રહી હતા, ભલેનેત્યારે અત્યારના જેવી આધુનિક ઘડિયાળો ન હતી પરંતુઆજે જેમ જેમ વિકલ્પો વધતા જાય છે તેમ તેમઘડિયાળોનું મહત્વ ઘટતું જાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ગામની વચ્ચે આવેલા દરવાજાકે ટાવરમાં ઘડિયાળ રહેતી જ અને ગામ લોકોને એ જોવાની પણ ટેવ રહેતી. મોરબી શહેરની શાન સમાન નહેરુ ગેટ ચોકમાં ટાવર પર મુકવામાં આવેલીઘડિયાળનું ખૂબ જ મહત્વ રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાંથીઆવતા લોકો જ્યારે ખરીદી માટે બજારમાં આવતાત્યારે તેમના ગામની બસ મેળવવાના સમયની જાણકારી અહીંથી મળતી હતી. જો કે આજે મોબાઈલનાસમયમાં હાલ તેની જરૂરિયાત ઓછી પડે છે, તેમ છતાંવિરાસત તરીકે તેની જાળવણી થવી જોઇએ તે થતીનથી. મોરબીની ઓળખ આ નેહરુ ગેટ ચોક અને તેનીઘડિયાળ યથાવત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આઘડિયાળ તરફ કોઈની નજર જતી હોય તેમ લાગતું નથીકારણ કે છેલ્લા કેટલાય દિવસોથી આ ઘડીયાળે સમયદેખાડવાનું બંધ કરી દીધું છે, કાંટા થંભી ગયા છે આથીનગર પાલિકા આ બાબતે સમયસર જાગે અનેઘડિયાળના કાંટાને સમય સાથે તાલ મિલાવતા કરી દે તેસમયની માગ છે.

Back to top button
error: Content is protected !!