અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સરડોઈ : N.M.M.S. શિષ્યવૃત્તિ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સરડોઈ પ્રાથમિક શાળા ના કુલ – ૬ બાળકોએ મેરિટમાં આવીને ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મેળવી
તાજેતરમાં ધોરણ – ૮ માં લેવાયેલી N.M.M.S. શિષ્યવૃત્તિ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સરડોઈ પ્રાથમિક શાળા ના કુલ – ૬ બાળકોએ મેરિટમાં આવીને ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે.તે ખૂબ જ ગૌરવ ની વાત છે.મેરિટમાં સ્થાન પામેલ બાળકોએ સાબિત કર્યું છે કે સરડોઈ પ્રાથમિક શાળા નું શિક્ષણ ગુણવતાલક્ષી છે.સમગ્ર મોડાસા તાલુકા માં સૌથી વધુ N.M.M.S. ની શિષ્યવૃત્તિ ની પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર બાળકો સરડોઈ પ્રાથમિક શાળા ના છે.જે ખૂબ જ પ્રસંશનીય છે.બાળકો પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરે એ માટે શાળાના શિક્ષક પ્રવીણભાઈ પટેલ, જતીનકુમાર ચૌધરી, પ્રિયાબેન પરમાર અને હેમાંગી બેન પટેલે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મેરિટમાં સ્થાન પામેલ તમામ બાળકો ને સરડોઈ પ્રાથમિક શાળા પરિવાર, એસ.એમ .સી.સભ્યો અને ગ્રામજનો એ અભિનંદન પાઠવ્યા હતા.