
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૧૯ ફેબ્રુઆરી : કચ્છ – સૌરાષ્ટ્ર માં નગરપાલિકાઓ અને પેટા ચુંટણીઓ માં ભા.જ.પ નો ભવ્ય વિજય ને આવકરતા કચ્છ નાં સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ભવ્ય વિજય કેન્દ્ર અને ગુજરાત સરકાર ની સ્પષ્ટ નિતી અને નિર્ણાયક સરકાર માં જનતા જનાર્દન નો વિશ્વાસ છે. ભા.જ.પ માં વ્યક્ત થયો છે. કચ્છ ની રાપર – ભચાઉ નગરપાલિકા અને તાલુકા પંચાયત ની ૩ સીટ ની પેટા ચુંટણી માં ભાજપ નો વિજય થયેલ છે. ગુજરાત – કચ્છ ની જનતા જનાર્દન વતી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, શ્રી અમિતભાઈ શાહજી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાજી, ગુજરાત નાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, ભાજપના ધારાસભ્યશ્રીઓ, સંગઠન નાં કાર્યકર્તા સૌ ને આ ભવ્ય જીત નાં અભિનંદન પાઠવું છુ. તેમ સાંસદશ્રી એ જણાવ્યું હતું.




