
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બુટલેગરે ક્રેટા ખરીદી દારૂની હેરાફેરીમાં લગાવી, LCBએ કારમાંથી 2.90 લાખનો દારૂ જપ્ત કર્યો
*કાર ચાલક બુટલેગર રાજ્યના ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હાનો આરોપી*
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ પોલીસતંત્રને દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપાલને અટકવવા માટે સખ્ત સૂચના આપતા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી સતત નાના- મોટા વાહનોમાંથી વિદેશી દારૂ જપ્ત કરી ખેપ નિષ્ફળ બનાવી રહી છે જીલ્લા LCBએ જીવણપુર ચોકડીથી દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મીઢબે પીછો કરી શામળાજી આશ્રમ ચોકડી નજીક અટકાવી કારમાંથી 1582 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી રાજસ્થાની બુટલેગરને ઝડપી લીધો હતો વિદેશી દારૂની હેરાફેરીમાં રહેલી આંધણી કમાણીના પગલે બુટલેગરો નવી નકકોર લક્ઝયુરિયસ કારો દાવ પર લગાવતા રહે છે

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે મોડાસા-શામળાજી હાઇવે પર આવેલ જીવણપુર ચોકડી નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા શામળાજી તરફથી દારૂ ભરેલી ક્રેટા કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા સતર્ક બની નાકાબંધી કરી બાતમી આધારિત ક્રેટાને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર યુટર્ન મારી પરત શામળાજી તરફ હંકારી મૂકતા પોલીસ ચોંકી ઉઠી હતી
અરવલ્લી એલસીબી પોલીસે દારૂ ભરેલી ક્રેટા કારનો પોલીસજીપમાં પીછો કરી શામળાજી પોલીસની મદદથી આશ્રમ ચોકડી નાકબંધી કરતા બુટલેગર દારૂ ભરેલી કાર રોડ સાઈડ કાર ઉભી રાખી ફરાર થતા પોલીસે પીછો કરી લોગર લાલ વજાજી ડાંગી (રહે,બંગલાવાલી ભાગલ, લકડવાલ, ઉદેપુર)ને દબોચી લઇ કારમાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ- 1582 કિં.રૂ.2.90 લાખ મળી કુલ.રૂ.12.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રોહિત નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા



