ARAVALLIMODASA

અરવલ્લી : જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ,181 અભયમ હેલ્પલાઇન ,PBSC મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાતે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ,181 અભયમ હેલ્પલાઇન ,PBSC મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાતે

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક એક્શન મોડમાં જોવા મળ્યા. જિલ્લામાં ચાલતી પોલીસ વ્યવસ્થાની ચકાસણી કરી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સતત કાર્યરત કલેકટર પ્રશસ્તિ પરીક મોડાસા રૂરલ પોલીસ મથકની આકસ્મિક મુલાકાત કરતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી હતી પોલીસ સ્ટેશન સહીત રેકર્ડનું

નિરીક્ષણ કર્યું હતું. પોલીસ સ્ટાફ સાથે વાર્તાલાપ કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો આ ઉપરાંત 181 અભયમ હેલ્પલાઇન અને PBSC મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમને જિલ્લાના વિવિધ કેસ, તેમને આપતા કાઉન્સેલિંગની પણ વિગતવાર માહિતી મેળવી હતી.

તેમને સહાયતા કેન્દ્ર પર આવેલ અરજદાર મહિલા સાથે વાતચીત પણ કરી હતી. મહિલાને માનસિક રીતે મજબૂત રહી પરિસ્થિતિનો સામનો કરવા પણ સમજાવ્યા હતા. આ સાથેજ તેમને જરૂરી કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.આગામી સમયમાં શાળા – કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય સેમિનારનું આયોજન કરવા પણ તેમને સૂચન કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!