ARAVALLIMODASA

અરવલ્લી – પી.સી બરંડા એ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – પી.સી બરંડા એ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અરવલ્લી જિલ્લામાં ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ સામે આવી છે. નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ઇંધણ બચાવવાની અપીલને અનુસરી P. C. Baranda એ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભિલોડા મેઘરજના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન, નાગરિક પુરવઠા તેમજ આદિજાતિ વિકાસ મંત્રી તરીકે ફરજ બજાવતા પી.સી. બરંડાએ જાહેર કર્યું છે કે તેઓ હવે જિલ્લા અંદર તેમજ જિલ્લા બહારના પ્રવાસ માટે સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરે. સાથે સાથે પ્રવાસ દરમિયાન મળતી ગાઈડ કારનો પણ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે.પૂર્વ આઇપીએસ અધિકારી તરીકે સેવા આપી ચૂકેલા પી.સી. બરંડાનો આ નિર્ણય રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે જણાવ્યું કે ઇંધણ બચત માત્ર સરકારની યોજના નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. આ સંદેશને જનતા સુધી પહોંચાડવા તેઓ પોતે ઉદાહરણ પૂરું પાડવા માંગે છે.મંત્રીના આ પગલાને કારણે અરવલ્લી જિલ્લામાં લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સરકારના ઉચ્ચ પદ પર રહીને સ્વૈચ્છિક રીતે સરકારી વાહનોનો ત્યાગ કરવો દુર્લભ ગણાય છે, જેના કારણે આ નિર્ણયને પ્રેરણાદાયક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!