ARAVALLIMODASA

અરવલ્લી : શામળાજી પોલીસે હોન્ડા સિટીનો ફિલ્મી ઢબે પીછો કરી 1.68 લાખનો શરાબ જપ્ત કર્યો,બુટલેગર છૂ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી પોલીસે હોન્ડા સિટીનો ફિલ્મી ઢબે પીછો કરી 1.68 લાખનો શરાબ જપ્ત કર્યો,બુટલેગર છૂ

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકિંગ હાથધર્યું છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી હોન્ડા સિટી કારનો ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર શામળપુર નજીક કાર રોડ સાઈડ મૂકી ખેતરોમાં ફરાર થઈ જતા પોલીસે બિનવારસી કારમાંથી 1.68 લાખના દારૂ સાથે 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે દારૂ ઘુસાડવા માટે સિલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતા નાના મોટા વાહનોની રાઉન્ડ ધી ક્લોક તલાસી લેવામાં આવી રહી છે પોલીસ ચેકિંગ જોઈ રાજસ્થાન તરફથી દારૂ ભરી પસાર થતી હોન્ડા સિટી કારને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલક બુટલેગરે ફૂલસ્પીડે કાર હંકારી મૂકતા પોલીસે વાહનમાં પીછો કરતા બુટલેગર પોલીસ પકડથી બચવા દારૂ ભરેલી કાર શામળપુર નજીક રોડ સાઈડ ઉભી રાખી ખેતરોમાં ખોવાઈ ગયો હતો

શામળાજી પોલીસે શામળપુર રોડ સાઈડ ઊભેલી હોન્ડા સિટી કારની તલાસી લેતા કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-984 કિં.રૂ.168096/- અને કાર મળી કુલ.રૂ.7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!