ARAVALLIBAYAD

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો

કિરીટ પટેલ બાયડ

સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવા બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પત્ર લખ્યો છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 થી 40 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના લીધે તારાજી સર્જાઈ છે તેમાંએ ખાસ કરીને ખેડૂતોએ પોતાનું લોહી પાણી એક કરીને ઉઘાડેલ મહામૂલો પાક નદીઓમાં આવેલા પૂરને કારણે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે જગતનો તાત નિરાધાર અને ની સહાય થઈ ગયો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
ખેડૂતોની આવી વિપરીત પરિસ્થિતિમાં બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખેડૂતોની વહારે આવ્યા છે તેઓએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને થયેલા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કરી છે તેમજ અરવલ્લી જિલ્લામાં પૂરના કારણે જ્યાં પણ ખેતીવાડીને નુકસાન થયું છે ત્યાં સર્વે કરાવીને યોગ્ય વળતર ખેડૂતને ચૂકવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પત્ર લખી ને જાણ કરી છે ખેડૂતો પણ સરકાર ખેતીવાડીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવીને યોગ્ય વળતર આપી એવી આશાએ મિટ માંડીને બેઠા છે

Back to top button
error: Content is protected !!