ARAVALLIBAYADMODASA

બાયડ નગરપાલિકા ભાજપના કબજામાં, ચૂંટણી પહેલા જ સ્પષ્ટ બહુમતી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ નગરપાલિકા ભાજપના કબજામાં, ચૂંટણી પહેલા જ સ્પષ્ટ બહુમતી

અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકા ચૂંટ,ણી પહેલા જ રાજકીય ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. ભાજપે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ નગરપાલિકા પર કબજો જમાવી લીધો છે. કુલ ૨૪ બેઠકોમાંથી ૧૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે

કોંગ્રેસ માટે આ ચૂંટણી ભારે નુકસાનકારક સાબિત થઈ છે. પાર્ટીના કુલ ૧૩ ઉમેદવારોમાંથી ૧૦ ઉમેદવારોએ અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. વધુમાં, આ પરિસ્થિતિ બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બનેલી આ રાજકીય હલચલ બાદ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા પર કબજો જમાવ્યો છે. હવે બાકીની ૬ બેઠકો માટે માત્ર ૨ વોર્ડમાં ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે.બાયડના રાજકારણમાં આ અચાનક આવેલા ફેરફારથી રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે.

Back to top button
error: Content is protected !!