
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના સાકરીયા ગામમાં એક જ રાતમાં 15 થી વધુ ખેતરોમાં બોરના કેબલ વાયર ચોરી
મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં ચોરોએ ખેડુતોને નિશાન બનાવતા ભારે ચકચાર મચી છે
ગામના 15 થી વધુ ખેતરોમાં બોરના કેબલ વાયર કાપી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોરો રાત્રિના સમયે ખેતરમાં ઘુસી બોરથી ઈલેક્ટ્રિક બોર્ડ સુધીના કેબલ વાયર કટીંગ કરી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે ખેડૂતોએ ખેતરમાં જઈ તપાસ કરતા કેબલ વાયર ગાયબ જોવા મળતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો .ચોંકાવનારી બાબત એ છે કે ચોરોએ એક જ રાતમાં અનેક ખેતરોમાં એકસરખી પદ્ધતિથી વાયર કાપી ચોરી કરી છે જેના કારણે વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં પણ ચાર ખેતરોમાંથી વાયર ચોરીની ઘટના સામે આવી હતી વારંવાર બનતી આવી ઘટનાઓથી ખેડૂતોમાં સુરક્ષાને લઈ ચિંતા વધી છે સાકરીયા ગામમાં અત્યાર સુધી 15 થી વધુ ખેતરોમાંથી કેબલ વાયર ચોરી થયાનું સામે આવતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.ખેડૂતોએ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.





