ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લીમાં ગિફ્ટ સિટીની શૂટ સ્પેસ કંપની કૌભાંડના આક્ષેપોના મામલે CID તપાસ તેજ – ઇસરી ગામે સ્થાનિક પોલીસ સાથે રાખી નિવેદન લેવામાં આવ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ગિફ્ટ સિટીની શૂટ સ્પેસ કંપની કૌભાંડના આક્ષેપોના મામલે CID તપાસ તેજ – ઇસરી ગામે સ્થાનિક પોલીસ સાથે રાખી નિવેદન લેવામાં આવ્યા

Shoot Space ના કથિત કૌભાંડ મામલે તપાસ હવે વધુ ગહન બની રહી છે. ગાંધીનગર સ્થિત કંપનીના માલિક ઉત્પલ પટેલ સામે ગંભીર આક્ષેપો ઉઠતા CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસના ભાગરૂપે CID ક્રાઈમની ટીમ અરવલ્લી જિલ્લાના ઇસરી ગામે પહોંચી હતી, જ્યાં ઉત્પલ પટેલના વતનના ઘરે તપાસ કરવામાં આવી. સ્થાનિક પોલીસની હાજરીમાં ટીમે ગામમાં વિવિધ સ્થળોએ તપાસ કરી તેમજ સ્થાનિક લોકોના નિવેદનો પણ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું.આ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન ખાતે કંપની સામે નોંધાયેલી અરજીને આધારે આગળ વધ્યો હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોના જણાવ્યા મુજબ કંપનીમાં અંદાજે 400 કરોડ રૂપિયા ફસાયા હોવાના ગંભીર આક્ષેપો છે.મામલે કંપનીના માલિક ઉત્પલ પટેલ હાલ ભુગર્ભમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. CID ક્રાઈમ દ્વારા આર્થિક વ્યવહારો, રોકાણની વિગતો અને અરજીઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!