
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા પાલિકા શોપિંગ સેન્ટરની જર્જરિત પેરાફીટ જર્જરિત, ત્રણ ઇજાગ્રસ્ત સદનસીબે જાનહાનિ ટળી
*નગરપાલિકા તંત્ર દોડતું થયું, શોપિંગની અન્ય જર્જરિત પેરાફીટ તાત્કાલિક ઉતારી લીધી*
*નગરપાલિકા તંત્રના જર્જરિત મકાનોના લિસ્ટમાં પાલિકા કોમ્પ્લેક્ષ હતું કે નહીં..??

મોડાસા શહેરના હાર્દસમાં ચાર રસ્તા પર નગરપાલિકા હસ્તકના ટાઉનહોલ શોપિંગ સેન્ટરની હાલત જર્જરિત હોવાની બૂમો વચ્ચે પહેલા માળની પેરાફીટ ધડામ દઈને તૂટી પડતા ભારે આફડતફડી મચી હતી પેરાફીટ તૂટી પડતા એક વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજા અને અન્ય બે ત્રણ લોકોને સમાન્ય ઇજાઓ પહોંચી હતી પેરાફીટ તૂટી પડતા દુકાનદારો અને ગ્રાહકોમાં ભારે અફરાતફરી મચી હતી નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું શોપિંગ સેન્ટરની જર્જરિત પેરાફીટ ઉતારી લીધી હતી સદનસીબે દિવસે ધમધમતા શોપિંગ સેન્ટરની પેરાફીટ સાંજના સુમારે તૂટી પડી પડતા ભારે જાનહાનિ ટળી હતી
મોડાસા પાલિકાના ટાઉનહોલ શોપિંગ સેન્ટરની વર્ષો અગાઉ બાંધકામ કરેલ દુકાનો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ ગઈ હોવાની વેપારીઓ બૂમરાડ કરી રહ્યા છે. શનિવારે સાંજના સમયે ટાઉનહોલના શોપિંગ સેન્ટરની એક દુકાન ઉપરની પેરાફીટ અચાનક તૂટી પડતાં નીચે બેઠેલા અગ્રણી મોહનભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તદુપરાંત દુકાનની બહાર ઉભેલા અન્ય બે થી ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. વેપારીઓ અને જાગૃત લોકોએ તેમજ સામાજિક કાર્યકર ડી.આર. જાદવે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વર્ષો અગાઉ બાંધકામ કરેલ શોપિંગ સેન્ટરના જર્જરિત થઈ ગયેલા અને જોખમી બનેલા ભાગો ચોમાસાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી હતી.





