મેઘરજ : વિકાસ સપ્તાહની ઉજવણી સામે વરવા દ્રશ્યો, આઝાદી પછી પણ નથી રસ્તો, શબને પાણીના વહેણમાં લઈને સ્મશાને લઇ જવો પડ્યો,
2022 માં ધોરવાડા અને ઓઢા ગામ વચ્ચે 4 કિમિ રસ્તા અને ડિપની 191 લાખ રૂપિયા ના કામની દરખાસ્ત તૈયાર હોવા છતાં બે વર્ષ એ પણ કામ મંજુર ના થયું, ધારાસભ્યને પણ કરાઈ હતી રજુઆત
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : વિકાસ સપ્તાહની ઉજવણી સામે વરવા દ્રશ્યો, આઝાદી પછી પણ નથી રસ્તો, શબને પાણીના વહેણમાં લઈને સ્મશાને લઇ જવો પડ્યો
2022 માં ધોરવાડા અને ઓઢા ગામ વચ્ચે 4 કિમિ રસ્તા અને ડિપની 191 લાખ રૂપિયા ના કામની દરખાસ્ત તૈયાર હોવા છતાં બે વર્ષ એ પણ કામ મંજુર ના થયું, ધારાસભ્યને પણ કરાઈ હતી રજુઆત
અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહની સાંસ્કૃતિક સહિત વિવિધ કાર્યક્રમો યોજી વહીવટીતંત્ર ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે,પરંતુ આજે પણ અરવલ્લી જિલ્લાના અંતરીયાળ એવા વિસ્તારો છે,જ્યાં આજે પણ વિકાસ પહોંચ્યો નથી,ટ્રાઇબલ વિસ્તારના ધારાસભ્ય સહિત પદાધિકારીઓ મોટા ઉપાડે સરકારના વિકાસની વાતો લઈ ગામડે ગામડે જાહેરાત કરતા હોય પરંતુ,વરવા દ્રશ્યો ને કોઈ રોકી શકે ખરું, જેવા અનેક સવાલો વચ્ચે મેઘરજ તાલુકાના ઘોરવાડા -ઓઢા ગામે એક વૃદ્ધાના કુદરતી મોત બાદ શબને સ્મશાને લઇ જવા માટે ડાઘુઓ ને નદીમાંથી પસાર થવુ પડે છે ઘોરવાડા અને ઓઢા વચ્ચે ડીપ બનાવવાની માંગ પોકળ સાબિત થઈ છે ચોમાસા સીઝનમાં પાણીના ભારે વહેણ હોય ત્યારે અંતિમ સંસ્કાર માટે તરકવાડા ઇસરી થઇ ને સ્માશાને લઇ જવાય છે સાચા અર્થમાં વિકાસની વાતો ને સાર્થક કરી બતાવવું હોય તો આવા આ અંતરીયાળ વિસ્તારની મુલાકાત પણ જરૂરી છે સ્વજનો મૃતદેહને કાંધ આપી ઉંડા પાણીમાં થઇ પસાર થવુ પડે એનાથી બીજી કમનસીબી શુ હોઈ શકે આ અંતિમ વિધિના વરવા દ્રશ્યો જોઈ વિકાસની વાતો સામે અનેક પ્રશ્નો ઉભા છે
ઓઢા ગામમાંથી ઘોરવાડા ગામેં તેમજ ગ્રામપંચાયત ખાતે જવા માટે નદીમાં પાણી હોવાથી 15 કિમિ ફળીને ગ્રામપંચાયત પોહચી શકાય છે બીજી તરફ બન્યે ગામને જોડતા રસ્તા પર માજુમ નદી નું વહેણ પણ જાય છે જેને લઇ અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રસ્તા અને ડીપ અંગે ગ્રામ પંચાયત દ્વારા 2022 માં 191 લાખ રૂપિયાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેમજ આ બાબતે ધારાસભ્ય ને પણ મૌખિક રજુઆત કરવામાં આવી છે છતાં હજુ કામ થયું નથી તો ઝડપથી વિકાસ સપ્તાહ ની ઉજવણી માંથી બહાર આવી જ્યાં વિકાસ નથી પોહ્ચ્યો ત્યાં પોહચે તેવી માંગ સાથે રસ્તાનું કામ ઝડપથી મંજુર કરવામાં આવે તેમ સરપંચ એ અને ગ્રામજનોએ જણાવ્યુ હતું