ARAVALLIMEGHRAJMODASA

શામળાજી : લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો દારૂ અમદાવાદ પહોંચે તે પહેલા જ પોલીસની કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી : લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો દારૂ અમદાવાદ પહોંચે તે પહેલા જ પોલીસની કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી અને શામળાજી પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી અશોક લેલન્ડ કંપનીની લક્ઝરી બસમાંથી ગુપ્ત ખાનામાં છુપાવી લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.તે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમ તથા શામળાજી પોલીસ દ્વારા અણસોલ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન બાતમી મળી હતી કે આછા વાદળી રંગની લક્ઝરી બસ નંબર AR-01-P-9555 માં ગુપ્ત ખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે બસને રોકી તપાસ હાથ ધરી હતી. બસના ડ્રાઇવર સાઈડની વચ્ચે બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના કુલ ૪૮૦ પ્લાસ્ટિક ક્વાર્ટર મળી આવ્યા હતા.

પોલીસે કુલ રૂ. ૨૧.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જેમાં :વિદેશી દારૂના ૪૮૦ ક્વાર્ટર કિંમત રૂ. ૧,૫૨,૨૦૮
બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૯૦,૦૦૦ ,લક્ઝરી બસ કિંમત રૂ. ૨૦ લાખ,નો સમાવેશ થાય છે

ઝડપાયેલા આરોપીઓ

1) કિશનલાલ કમલચંદ મેઘવાલ, રહે. ઉદેપુર, રાજસ્થાન
2) વિષ્ણુકુમાર ભગવાનલાલ મેઘવાલ, રહે. ઉદેપુર, રાજસ્થાન

વોન્ટેડ આરોપીઓ

1) રાજસમંદ નજીક સેવાલી કટ પાસે આવેલા દારૂના ઠેકા પર બેઠેલો અજાણ્યો વ્યક્તિ

2) રાજેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ, રહે. સીટીએમ રોડ નજીક, અમદાવાદ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર મામલે શામળાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!