GUJARATHALOLPANCHMAHAL
જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતીમાં જાંબુઘોડા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૮.૨૦૨૫
પંચમહાલ જિલ્લામાં લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૫ ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. જે અંતર્ગત જાંબુઘોડા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી, જાંબુઘોડા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં સ્થાનિક અરજદારો દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે રસ્તાઓ, વીજળી પુરવઠો, પીવાના પાણીની સુવિધા, હેન્ડપંપ મરામત અને સ્વચ્છતા સબંધિત સમસ્યાઓ અંગેના પ્રશ્નોનો સમાવેશ થતો હતો. આ તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોના કુલ ૧૬ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા, જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.