ARAVALLIMODASA

મોડાસામાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ, S.O.G.ની રેડમાં બે સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ, S.O.G.ની રેડમાં બે સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મોડાસા શહેરના ગણેશપુર હજીરા ત્રણ રસ્તા પાસે આવેલા આયેશા કરીમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ ડીવાઇન સ્પામાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસે સ્પા સંચાલક અને માલિક સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ. રાઠોડ તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ડીવાઇન સ્પામાં બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવવામાં આવે છે.બાતમીના આધારે એસ.ઓ.જી.અને આઇ.યુ.સી.એ.ડબલ્યુ. શાખાની ટીમે પંચોની હાજરીમાં ડમી ગ્રાહક મારફતે આયોજનબદ્ધ રેડ કરી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાંગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પરથી કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસમાં પોલીસે પ્રતિમાદેવી સંતોષકુમાર મિશ્રા અને દીપક હિમતારામ થાંવલા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!