ARAVALLIMODASA

અરવલ્લી : મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ અરવલ્લીમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક, નકલી કચેરી બાબતે મહત્વનું નિવેદન 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ અરવલ્લીમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક, નકલી કચેરી બાબતે મહત્વનું નિવેદન

અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી મિશન વિસ્તાર અંતર્ગત કાર્યકર્તાઓ સાથે મહત્વ ની બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીલક્ષી બેઠક પણ યોજાઈ હતી આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓની જિલ્લાના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી આ સમયે ખાસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રણનીતિ કઈ રીતે ગડવી તેની કવાયત સાથે જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે ખાસ નિવેદન આપતાં જણાવ્યું હતું કે નવસારીના બીલીમોરા પાણી પુરવઠા વીભાગમાં બહાર આવેલ કોભાંડને લઇ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા બીજી તરફ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું પણ નિવેદન આપ્યું હતું હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓની મુલાકાત પણ કરી કરવાનું જણાવ્યું હતું.અરવલ્લી જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાબતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે હવે બધું નકલી થી જ ચાલે છે હોસ્પિટલ,અધિકારીઓ,ડોક્ટરો,આઈ પી એસ અધિકારીઓ સહીત બધુજ નકલી પકડાયું છે અને હવે ભાજપના રાજમાં ખાલી મંત્રી અને મુખ્ય મંત્રી નકલી બાકી છે તેવું નિવેદન આપ્યું હતું. ખાસ કરીને ફાઈલો થી લઇ સિક્કાઓ પણ નકલી બનાવવામાં આવી રહ્યાં છે સ્કૂલો પણ નકલી પકડાઈ છે તેવું નિવેદન આપ્યું હતું

Back to top button
error: Content is protected !!