ARAVALLIBAYADMODASA

બાયડમાં મહંતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યા ની ઘટના – મંદિરના વહીવટ બાબતે માનસિક ત્રાસ આપ્યા હોવાના આક્ષેપો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડમાં મહંતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યા ની ઘટના – મંદિરના વહીવટ બાબતે માનસિક ત્રાસ આપ્યા હોવાના આક્ષેપો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સવેલા ગામે આવેલ રામદેવજી મંદિરના મહંત ગોસ્વામી રમેશગીરીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મહંત ગોસ્વામી રમેશગીરીએ આક્ષેપ કર્યો છે કે મંદિરનો વહીવટ કબજે કરવા માટે કેટલાક લોકો દ્વારા સતત ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવી રહી હતી હોવાના આક્ષેપો સાથે હાથીજી ના મુવાડા અને નાગાનામઠ ગામના કેટલાક વ્યક્તિઓ મંદિરનો વહીવટ પડાવી લેવા માટે ભાડુતી માણસો મોકલી દબાણ અને ત્રાસ આપતા હોવાનું મહંતે જણાવ્યું છે.આ માનસિક તણાવ અને હેરાનગતિથી કંટાળી મહંતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પ્રશાસન દોડી આવ્યું હતું.બાદમાં મહંત ગોસ્વામી રમેશગીરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મામલતદાર દ્વારા મહંતનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!