ARAVALLIBAYAD

અરવલ્લી જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
અરવલ્લીમાં જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ભિલોડા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપાઈ
અરવલ્લીમાં જીલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ભિલોડા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને યોજાયો,જેમણે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી.અનેક પ્રકારના સંસ્કુતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરે આ શુભ દિવસે સંબોધન કરતા જિલ્લાના વિકાસની ઝલક આપી, જેમાં જણાવ્યું,આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશ પ્રગતિ અને વિકાસની કૂચ આગળ ધપાવી રહ્યા છે. દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ સૌના દિલમાં આજે પણ અકબંધ રીતે રહ્યા છે. ભાઇચારો એક્તા અને અખંડીતાના દર્શન આપણને કરાવે છે. આજના દિવસે ભારત આત્મનિર્ભરતાથી વિશ્વના દેશોનો મુકાબલો કરી રહ્યો છે. આપણે પ્રાથમિક ઉદ્યોગોથી મોડર્ન ટેક્નોલોજી સુધી અનેક ક્ષેત્રે સ્વયંસાયી બનીને વિકાસની રાહ પર અગ્રેસર રહ્યા છીએ. આપણો દેશ વિવિધ ક્ષેત્રે સામર્થ્યપૂર્ણ છે . આપણી પ્રગતિમાં દેશની સ્વયંનિર્ભરતાના દર્શન થાય છે.
છેવાડાના માણસ સુધી સ્વરાજના મીઠાં ફળ પહોંચાડવામાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કમર કસી છે. પરિણામલક્ષી નિષ્ઠા અને જનસેવાની આરાધના માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ સતત પરિશ્રમ કરી રહી છે. અને આ પરિશ્રમના ફળરૂપે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના લક્ષને સાકાર કરવા અને સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
આજે આપણો જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે મને જણાવતાં ખુબજ આંનદ થાય છે કે આજે
પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ.
આ પર્વમાં સ્વતંત્રતા સેનાનીઓને સન્માન કરવામાં આવ્યું અને સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓ અને રમતવીરો, કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયા.કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે કલેક્ટરશ્રીને ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી. સી. બરંડા,જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને અને ખુબજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!