અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે રાત્રી દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડોપ્રવીણ તોગડિયા મુલાકાતે
હિન્દુસમાજ માં કુંભમેળો એ સ્નાન માટે મહત્વ નો સમય ગણાય છે દર ત્રણ વર્ષે અલગ અલગ તીર્થો માં કુંભમેળા યોજાતા હોય છે અને દર 12 વર્ષે મહા કુંભમેળો ભરાય છે ત્યારે જાન્યુઆરી 2025 માં યોજાનાર મહાકુંભમેળા માટે એએચપી દ્વારા સેવાકીય કામગીરી ની ડો પ્રવીણ તોગડીયા એ માહિતી આપી હતી
મોડાસા ખાતે રાત્રી દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડોપ્રવીણ તોગડિયા મુલાકાતે હતા શહેર ના અલગ અલગ કાર્યકરો અને એએચપી કાર્યાલય ખાતે પ્રમુખ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી,જુના સંઘ અને વીએચપી કાર્યકારો સાથે પણ બેઠકો યોજી હતી
અરવલ્લી મુલાકાત નો મુખ્ય હેતુ આગામી જાન્યુઆરી 2025 થી ફેબ્રુઆરી 2025 સુધી દર બાર વર્ષ બાદ યોજાતો મહાકુંભ મેળો થવાનો છે તેમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ સાધુ સંતો કુંભ સ્નાન માટે આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,બજરંગદળ સહિત ની ભાગીની સંસ્થાઓ ના ઉપક્રમે 15 સ્થાનો પર ભક્તો ને પાકું ભોજન મળી રહે ,તેમજ ઠંડી નો સમય હશે એટલે અલગ અલગ સ્થળે કુલ એક લાખ જેટલા ટેન્ટ અને ઠંડી થી રક્ષણ મળે એ માટે 1 લાખ કંબલ સાથે ની કંબલ બેન્ક ઉભી કરવામાં આવશે આમ કુંભમેળા માં કરોડો હિન્દૂ ભક્તો એએચપી દ્વારા આયોજિત ભંડાર માં ભોજન પ્રસાદ નો લાભ લેશે આ સમગ્ર માહિતી એએચપી ના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા એ આપી હતી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા મોડાસા ની મુલાકાતે,પ્રયાગરાજ માં યોજાનાર કુંભમેળા માં એએચપી દ્વારા સેવાકીય વ્યવસ્થાઓ વિશે કરી વાત