નરેશપરમાર -કરજણ,
કરજણ તાલુકા નાં મેથી ગામે એક સગીરા બની હેવાનિયત નો શિકાર
કરજણ તાલુકાના મેથી ગામે બની અઘટિત ઘટના.વધુ એક સગીરા બની ની હેવાનીયત | નો શિકાર.
કરજણ તાલુકાના મેથી ગામે બની અઘટિત ઘટના.. વધુ એક સગીરા બની ની હેવાનીયત | નો શિકાર.. ગુજરાત માં વધુ એક યુવતી હેવાનિયત નો શિકાર કરજણ તાલુકાના મેથી ગામે ગઈકાલે સગીરા સ્કૂલેથી પેપર આપીને ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં એક ઇસમે સગીરાને ખેતરમાં ખેંચી લઈ જઈને દુષ્કર્મોનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં નજીકના ખેતરમાં મજૂરી કરતા ઈસમો દોડી આવતાં સગીરાનો બચાવ થયો હતો. જોકે નરાધમે સગીરા પર હુમલો કરતાં સગીરાને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી. કરજણ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મેથી પીએચસી.માં સગીરાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડેલ છે. પોલીસ દ્વારા શકમંદ ઈસમને ઝડપી પાડી ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.