ARAVALLIMODASA

LCB અને ટીંટોઈ પોલીસની મોટી કાર્યવાહી : આંતરજિલ્લા વાહનચોરી કરનાર શખ્સ ઝડપાયો , ₹ 1.35 લાખનો મુદ્દામાલ કબજે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

LCB અને ટીંટોઈ પોલીસની મોટી કાર્યવાહી : આંતરજિલ્લા વાહનચોરી કરનાર શખ્સ ઝડપાયો , ₹ 1.35 લાખનો મુદ્દામાલ કબજે

અરવલ્લી એલ.સી.બી. દ્વારા વિવિધ જિલ્લાઓમાંથી મોટર સાયકલ, સી.એન.જી. રીક્ષા, મોબાઈલ અને ટ્રેક્ટર ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડી કુલ ₹ 1.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલી શંકાસ્પદ સી.એન.જી. રીક્ષા પરથી તપાસ શરૂ કરાઈ હતી. રીક્ષા નંબર GJ.18.AX.2556 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાછળથી ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ ટીંટોઈ પોલીસ સ્ટેશન અને અરવલ્લી એલસીબીની સંયુક્ત ટીમે આરોપી સુનીલભાઈ અરવિંદભાઈ પરમારની અટકાયત કરી હતી

પૂછપરછ દરમિયાન આરોપીએ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાઓમાંથી અનેક વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી પાસેથી બે સી.એન.જી. રીક્ષા અને બે મોટર સાયકલ મળી કુલ ચાર વાહનો કબજે કર્યા છે. જેમાં ગાંધીનગરથી ચોરાયેલી એક રીક્ષા, આણંદ-કરમસદ સિવિલ હોસ્પિટલ નજીકથી ચોરાયેલી બીજી રીક્ષા તથા વિજાપુર અને સાવલી વિસ્તારોમાંથી ચોરાયેલી બે સ્પ્લેન્ડર મોટર સાયકલનો સમાવેશ થાય છે.પકડાયેલ આરોપી સુનીલભાઈ અરવિંદભાઈ પરમાર, ગામડી તાલુકાના ગમોટપુરા વિસ્તારનો રહેવાસી છે. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ટીંટોઈ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!