ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ પોલીસે 3 ચોરી કરેલ મોટરસાયકલ ના ગુન્હા સાથે અન્ય એક વોલ્લા ખાતે મંદિર ચોરીનો પણ ભેદ ઉકેલ્યો-1 આરોપી ઝડપાયો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ પોલીસે 3 ચોરી કરેલ મોટરસાયકલ ના ગુન્હા સાથે અન્ય એક વોલ્લા ખાતે મંદિર ચોરીનો પણ ભેદ ઉકેલ્યો-1 આરોપી ઝડપાયો

 

અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ પર લગામ કસાય તે માટે પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

ઉપરોક્ત સૂચનાઓના અનુસંધાને ડી.કે. વાઘેલા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર, મેઘરજ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફને અનડીટેકટ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.જેના આધારે તા. ૦૬/૧૨/૨૦૨૫ના રોજ  એસ.કે. ચાવડા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મેઘરજ પોલીસ સ્ટેશન તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરી એક ઇસમ તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી લેવામાં આવ્યા છે પકડાયેલ આરોપી નરેશભાઈ રમેશભાઇ જાતે વાદી (ઉ.વ. ૨૦), રહે. પીઠ ભંડારી ગામ, તા. સીમલવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન) પાસેથી એક બજાજ સીટી–૧૦૦ મોટરસાયકલ (કિંમત રૂ. ૩૫,૦૦૦/-) કબ્જે કરવામાં આવી. ત્યારબાદ બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની પૂછપરછ દરમ્યાન તેમની કબૂલાતના આધારે હિરો સ્પ્લેન્ડર પ્લસ (રૂ. ૩૦,૦૦૦/-) તથા હિરો પેશન પ્રો (રૂ. ૩૫,૦૦૦/-) એમ કુલ ત્રણ ચોરીના મોટરસાયકલ રૂ. ૧,૦૦,૦૦૦/-ના હસ્તગત કરવામાં આવ્યા.આ ઉપરાંત આરોપીઓએ વોલ્વા (મોડાસા) ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દાનપેટીનું તાળું તોડી આશરે રૂ. ૧૦,૦૦૦/-ની ચોરી કર્યાની પણ કબૂલાત આપતા એક મંદિર ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.પકડાયેલ આરોપી સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તથા બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાઓમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!