ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

#Vandemataram150 ની ઉજવણીને બાળકો, વાલીઓ તેમજ લાભાર્થીઓ સાથે મળીને “વંદે માતરમ્” ગીતના મૂળ સ્વરૂપનું સામૂહિક ગાન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ દેશભક્તિની ભાવનાને જાગૃત કરવા અને રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને નાના બાળકોના સમજાવવા માટે યોજાયો હતો. આંગણવાડી કેન્દ્રોના નાના-નાના બાળકોએ પોતાની મીઠી અવાજમાં “વંદે માતરમ્” ગાયું, જેનાથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું.

આ કાર્યક્રમમાં વાલીઓ અને લાભાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોની સાથે મળીને તેમણે રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું અને સ્વદેશી શપથ લીધા. આ શપથ દ્વારા તેમણે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવા તેમજ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનું વચન લીધું. આંગણવાડી કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. તેમણે બાળકોને ગીતના શબ્દો અને તેના અર્થ સમજાવ્યા, જેથી નાનપણથી જ દેશભક્તિની ભાવના તેમના હૃદયમાં ઊંડે સુધી રોપાય.

આ પ્રસંગે બાળકોએ અને વાલીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને બાળકોના ઉત્સાહને વધાર્યો. આ કાર્યક્રમથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ અને સ્વદેશીના મહત્ત્વને સમજવાનો પ્રયાસ થયો #Vandemataram150 ના આ અવસરે આંગણવાડી કેન્દ્રો દેશભક્તિના કેન્દ્ર બની ગયા હતા.આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને દેશના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો. “વંદે માતરમ્” ગીતનું મૂળ સ્વરૂપ ગાવાથી બાળકોને રાષ્ટ્રીય ગીતનું મહત્ત્વ સમજાયું. સ્વદેશી શપથથી તેમનામાં આત્મનિર્ભર ભારતની ભાવના જાગૃત થઈ. આવા કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પણ દેશભક્તિનો સંદેશ પહોંચે છે અને નાના બાળકો દેશના જવાબદાર નાગરિક બનવા તૈયાર થાય છે.અરવલ્લી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આયોજિત આ કાર્યક્રમ એક યાદગાર પ્રસંગ બની રહ્યો. બાળકોના મુખ પરનો આનંદ, વાલીઓનો ઉત્સાહ અને કાર્યકર્તાઓની મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તે જરૂરી છે, જેથી દેશભક્તિની ભાવના દરેકના હૃદયમાં જીવંત રહે

Back to top button
error: Content is protected !!