ARAVALLIBHILODA

આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 107 મી જન્મ જયંતી સર્વોદય આશ્રમ ભિલોડા ખાતે યોજાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 107 મી જન્મ જયંતી સર્વોદય આશ્રમ ભિલોડા ખાતે યોજાઈ

 

20 મી સદીના મહામાનવ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક, ગરીબોના બેલી, આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 107 મી જન્મ જયંતી આજરોજ તા.01/01/2023 સર્વોદય આશ્રમ ખાતે ભિલોડા- મેઘરજ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી પી.સી બરંડા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો , આમંત્રિત મહેમાનો તરીકે શ્રી બી.ટી. નાઈ સાહેબ સંચાલક શ્રી સાબર સેવા સંઘ પાલ્લા, શ્રી ગીરીશભાઈ પટેલ ડિરેક્ટર શ્રી એપીએમસી ભિલોડા, તેમજ કાંતિભાઈ પટેલ, ધનજીભાઈ નીનામા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારીયા સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી હતી, પૂજ્ય મોટાભાઈ ની યાદ માં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ વિભાગો ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, ધારાસભ્ય શ્રી પી.સી બરંડા સાહેબે આશીર્વાદ પાઠવી સંસ્થાને ઉપયોગી થવાની ખેવાના વ્યક્ત કરી હતી, આ સમગ્ર કાર્યક્રમમાં વિજયનગર, ભિલોડા, મેઘરજ તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ, વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થાના ટ્રસ્ટીશ્રી રાજાભાઈ પાંડોર સાહેબે સમગ્ર કાર્યક્રમનું ઋણ સ્વીકાર કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!