GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલાના નવાણિયા રોડે SMC એ મસમોટું જુગાર ધામ ઝડપી લીધું.

તા.11/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે સાયલાના નવાણિયા રોડ પરથી જુગારધામ પર દરોડો પાડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ કે.બી.સંખલા સહીતની ટીમે આ જુગારધામના દરોડામાં પોલીસે થાર કાર, કીયા કાર સહીત જુગારીઓ જિલ્લા ભરમાંથી જુગાર ખેલવા આવેલા જુગારીઓને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જીતુ પરમાર નામનો મુખ્ય આરોપી નાસી જવામાં સફળ બન્યો હતો આ જુગાર ધામના દરોડામાં સુરેન્દ્રનગર પોલીસ બેડામાં નામોશી લાગી હતી અને સ્ટેટ મોનિન્ટરિંગ સેલ ગાંધીનગરે રેડ કરતા આરોપી મનસુખભાઇ રણછોડભાઈ પરમાર રહે સુરેન્દ્રનગર, રમઝાન ઈબ્રાહીમભાઈ કારવા રહે સાયલા, વિપુલ મોતીભાઈ ઝાલા રહે મૂળી, હસુભાઈ અમરસંગ સોલંકી રહે બલદાના, અરવિંદ બચુભાઈ માધવી રહે લીંબડી, અલ્તાફ બસીરભાઈ ખીયાની રહે રાજકોટ, બસીર હસનભાઈ ખીયાની રહે રાજકોટ, રેહમાન ગુલામ રસુલ સામતાની રહે ધ્રાંગધ્રા, હુસેન સીદીકભાઇ કાજરીયા રહે સુરેન્દ્રનગર, મીતુલ ઈશ્વરભાઈ મકવાણા રહે સુરેન્દ્રનગર, જેઠાભાઇ ગણેશભાઈ કણજારીયા રહે વઢવાણ સુરેન્દ્રનગર તથા નાસી છૂટેલા આરોપીઓ જીતુભાઇ નટવરભાઈ પરમાર રહે સાયલા સુરેન્દ્રનગર, પ્રદીપ નટવરભાઈ પરમાર રહે સુરેન્દ્રનગર, હિંમત દલપતભાઈ ડાભી રહે લીંબડી સુરેન્દ્રનગર, સલીમ ઉર્ફે ટકો સુલેમાનભાઈ રહે સુરેન્દ્રનગર, હાજીભાઇ રહે વઢવાણ સુરેન્દ્રનગર, રણછોડભાઈ નાગજીભાઈ પરમાર રહે કુંભારપુરા સુરેન્દ્રનગર અન્ય એક શખશ સાથે પોલીસ બેડામાં પણ દોડઘામ મચી જવા પામી હતી આ જુગાર અંગેના દરોડામાં મોડી રાત સુધી પોલીસની કામગીરી ચાલુ રહી હતી આ ઘટનામાં પોલીસે રોકડા રૂ. 4,40,000, મોબાઈલ નંગ.13 કિં.રૂ.71,000 અને એક થાર કાર, એકકીયા સેલ્ટોસ કાર અને એક મોટરસાયકલ કિં.રૂ. 11,20,000 મળી કુલ રૂ.16,31,000નો મુદામાલ ઝબ્બે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!