BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે રખોપું ફાઉન્ડેશન અંતગર્ત વન્ય જીવોનુ રેસકયુ કરી જીવન બક્ષતા : પ્રકાશભાઈ બોરેસા

20 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ખાતે રહેતા અને અબોલ જીવોની સંવેદના અંતગર્ત વન્ય પ્રાણીઓ જેવા કે સાપ,ઘો અને સાથે સાથે ઘાયલ વન્ય પ્રાણીઓ વાંદરા વગેરે ને રેસકયુ કરી ને સલામત રીતે એના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવે છે અને ઘણી વખત ઘાયલ જીવોનું રક્ષણ આપવા પોતાને‌ ત્યાં રાખવામાં આવે અને ત્યારબાદ તેને પોતાના વાતાવરણમાં છોડી દેવામાં આવે છે આ અંગે ની માહિતી મારે ત્યાં બે ફૂટ લાંબી પહોળી ઘો આવેલ હોવાથી રેસકયુ માટે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પાસેથી નંબર મેળવી ને પ્રકાશભાઈ બોરેસા ને રેસકયુ માટે બોલાવ્યા ત્યારે તેઓએ આ મુજબ ની માહિતી આપતાં જણાવ્યું હતું અને સાપ‌ ,ઘો વગેરે રેસકયુ દરમિયાન જે કોઈ ભેટ સ્વરૂપે મને મળેલી દાનની રકમ ને અમો આ જીવોના જતન હેતુ થી જ દાણા વગેરે માં ઉપયોગ કરી રહ્યો છું.આ પ્રકારની કામગીરી રખોપું ફાઉન્ડેશન દ્વારા પણ પાલનપુર ખાતે કરવામાં આવે છે.ઘણા લોકો આ પ્રકારના વન્ય જીવોનો નાશ ના કરે અને એમના જીવનનું જતન કરવું એ હેતુથી આ કામગીરી કરી રહ્યો છું.મારી સેવા ની જરૂર પડે તો ૯૬૬૨૯૭૦૦૨૦ ઉપર કોલ કરવા અંગે જણાવ્યું હતું.જીવના જોખમે રેસકયુ કરવા બદલ લોકમુખે આ પ્રકારની સેવાની નોંધ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!