ARAVALLIMODASA

અરવલ્લી – સાબરકાંઠા ના હજારો પશુપાલકોની નારાજગી 3 મહિના થવા આવ્યા છતાં દૂધના ભાવફેર ના ઠેકાણા નથી, વાર્ષિક સાધારણ સભાની તારીખ નક્કી કર્યા પછી મુલતવી રાખી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – સાબરકાંઠા ના હજારો પશુપાલકોની નારાજગી 3 મહિના થવા આવ્યા છતાં દૂધના ભાવફેર ના ઠેકાણા નથી, વાર્ષિક સાધારણ સભાની તારીખ નક્કી કર્યા પછી મુલતવી રાખી

છેલ્લા કેટલાક વર્ષ થી સાબર ડેરી ધ્વારા પશુપાલકોને દૂધનો ભાવ ફેર લેટ મળતો હોવાનાં આક્ષેપો ઉઠ્યા છે સાથે સાબર ડેરીમાં ચાલતા એક તરફી શાસન ને લઇ અનેક સવાલો પણ ઊભા થયા છે અને હાલ સોશિયલ મીડિયામાં સાબર ડેરીમાં શાસન કરતા લોકો સામે અનેક ચર્ચાઓ અને નારાજગી જોવા મળી રહી છે . આ વર્ષ એ પણ 3 મહિના જેટલો સમય વીતવા આવ્યો છતાં અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકો ને હજુ સુધી દૂધનો ભાવફેર ચૂકવવામાં આવ્યો નથી સાથે દર વર્ષ એ યોજાતી વાર્ષિક સાધારણ સભાના પણ આ વર્ષે એ હજુ પણ ઠેકાણા નથી સાબર ડેરી ધ્વારા 30 /6/2025 ના રોજ સાધારણ સભા નું આયોજન કરી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એ પણ મુલતવી અને સ્થગિત રાખવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે પશુ પાલકો એ સાબર ડેરીના ઝીણવટ ભર્યા વહીવટ સામે સવાલો ઊભા થયા છે અને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોશીયલ મીડિયા મારફતે પશુપાલકો એ ચીમકી ઉચ્ચારી છે જેમા સાબરડેરી ખાતે આવેદન પત્ર આપવાની સાથે સાબરડેરીના ઘેરાવો કરવાંમાં આવશે તેમ સોશીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે ત્યારે હાલ તો 3 મહિના વિતવા આવ્યા છતાં પશુપાલકો ને ભાવફેર ન મળતા પશુપાલકો મૂંઝાયા છે હાલ ખેતીની સિઝન છે અને ખાતર તેમજ બિયારણ લાવવામાં પણ તકલીફ છે જે ખેડૂતો માત્ર દૂધના પર નિર્ભર છે તેમને હાલાકી ભોગવવી પડે છે તો ઝડપથી પશુપાલકોને દૂધનો ભાવફેર ચૂકવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!