ARAVALLIBHILODAMODASA

ભિલોડામાં શોભાયડા મંદિર પાસે ત્રણ દીપડા દેખાતા ગ્રામજનોમાં ભય, પશુનું મારણ..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડામાં શોભાયડા મંદિર પાસે ત્રણ દીપડા દેખાતા ગ્રામજનોમાં ભય, પશુનું મારણ..!!!

ભિલોડા : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં શોભાયડા મંદિર નજીક એક સાથે ત્રણ દીપડા દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે દીપડાઓએ એક પશુનું મારણ કર્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ ઘટનાથી આસપાસના ગામોના લોકોમાં ચિંતા વધી છે.

એક સાથે ત્રણ દીપડા જોવા મળતાની ઘટનાની જાણ થતા ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાઓને ઝડપી લેવા માંગ સેવાઈ છે. એક વ્યક્તિએ એક સાથે 3 દીપડા દેખાયા હોવાનો વિડિઓ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો જોકે હાલ દીપડા દેખાયા હોવાનો વિડિઓ વાયરલ થતા વનવિભાગ ધ્વારા પાંજરુ મૂકી દીપાને પકડવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!