અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા ચેકપોસ્ટથી ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપી ઝડપાયા ઇસરી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
ઇસરી પોલીસને રેલ્લાવાડા ચેકપોસ્ટ થી ઇંગ્લીશ દારૂનો પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૭૬૮૦/- તથા પિક- અપ ડાલા નંબર જીજે.૧૫.જેડ.૭૫૬૯ ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૦૭,૬૮૦ /- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં ઇસરી પોલીસ ને સફળતા હાથ લાગી હતી
ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને ઇસરી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર અવાર નવાર રેઇડો કરવા તેમજ પ્રોહીની હેરા ફેરી અટકાવવા પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે સુચના અનુસાર ઇસરી પોલીસ સ્ટાફના માણસોને રેલ્લાવાડા ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમ્યાન બાતમી હકીકત આધારે એક પીક-અપ ડાલા નંબર જી.જે.૧૫ જેડ.૭૫૬૯ ની અંદર ભારતીય રાજસ્થાન બનાવટના બિયર પેટી -૪ બીયર નંગ-૪૮ કિંગફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ૬૫૦ એમ.એમ ની કિ.રૂ.૭,૬૮૦/- ગણી તથા મહેન્દ્રા પીક-અપ ડાલા નંબર જી.જે.૧૫.જેડ.૭૫૬૯ ની કિ.રૂ.૩૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૩,૦૭,૬૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં મળેલ સફળતા મળી હતી આરોપી- (૧)રણછોડભાઈ કાળુભાઈ ખરાડી ઉ.વ.૩૧ (૨) જીવરામભાઈ ગોવિંદભાઈ રોત ઉ.વ.૩૧ બન્ને રહે-બલવણીયા તા-જોથરી જી.ડુંગરપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી આગરની કાર્યવાહી હાથ ધરી હતી