ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – કંટાળું ગામે વરસાદ માટે અનોખી પ્રાર્થના, મહિલાઓએ કન્ટેશ્વર મહાદેવમાં કર્યો જળાભિષેક

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – કંટાળું ગામે વરસાદ માટે અનોખી પ્રાર્થના, મહિલાઓએ કન્ટેશ્વર મહાદેવમાં કર્યો જળાભિષેક

મેઘરજ : અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મેઘરજ તાલુકાના કંટાળું ગામમાં ગ્રામજનોએ સારા વરસાદની કામના સાથે અનોખી ધાર્મિક પ્રાર્થના કરી હતી.ગામના પ્રાચીન કન્ટેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તિભાવપૂર્વક એકત્રિત થઈ હતી. મહિલાઓએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી શિવલિંગને જળમાં ડૂબાડીને ભગવાન મહાદેવની વિશેષ આરાધના કરી હતી. સ્થાનિક માન્યતા અનુસાર શિવલિંગને જળમાં ડૂબાડીને પૂજા-અર્ચના કરવામાં આવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે.ગ્રામજનોએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે સમગ્ર વિસ્તારમાં વહેલી તકે સારો વરસાદ વરસે, ખેડૂતોના પાકને જીવનદાન મળે અને જિલ્લામાં સુખ-સમૃદ્ધિ આવે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મહિલાઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવની આરાધના કરી હતી.વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ ધાર્મિક પ્રાર્થના આસ્થા અને આશાનું પ્રતીક બની છે.

Back to top button
error: Content is protected !!