પંચમહાલ જિલ્લાનાં વિકાસશીલ તાલુકાના યુવાનો અને યુવતીઓ જોગ
રોજગાર કચેરી દ્વારા શહેરા, ધોધંબા, જાંબુધોડા અને મોરવા(હ) તાલુકાના ગામોના યુવાનો અને યુવતીઓ માટે સંરક્ષણ દળમાં જોડાવવા માટે નિ:શુલ્ક તાલીમનું આયોજન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા, ધોધંબા, જાંબુધોડા અને મોરવા (હડફ) તાલુકાના ગામોના યુવાનો અને યુવતીઓ સંરક્ષણ દળમાં (આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ, સી.આર.પી.એફ., પોલીસ, રેલ્વે પોલીસ, ફોરેસ્ટ વગેરે) જોડાઈને પોતાની કારકિર્દી બનાવી શકે તેથી તેમના માટે પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ દળની ભરતી પૂર્વે શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી કરવા માંગતા યુવાનો અને યુવતીઓ માટે ગોધરા ખાતે સંરક્ષણ દળની વિના મૂલ્યે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ તાલીમ વિના મૂલ્યે આપવામાં આવશે, આ તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા પંચમહાલ જિલ્લાનાં વિકાસશીલ શહેરા,ધોધંબા,જાંબુધોડા અને મોરવા (હડફ) તાલુકાના ગામોના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં પુરષ ઉમેદવારો માટે વય મર્યાદા ૧૭.૫ થી ૨૮ વર્ષ વર્ષ સુધીની, વજન ૫૦ કિ.ગ્રા.થી વધારે, ઉંચાઇં ૧૬૮ સે.મી કે તેથી વધારે અને છાતી ૭૭ થી ૮૨ (૫ સે.મી ફુલાવેલ )હોવી જોઇએ જ્યારે મહિલા ઉમેદવારો માટે વય મર્યાદા ૧૭.૫ થી ૨૫ વર્ષ સુધીની, વજન ૫૦ કિ.ગ્રાથી વધારે, ઉંચાઇં ૧૫૫ સે.મી કે તેથી વધારે હોવી જોઇએ.
ઉમેદવારોએ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિંયા આપેલ લીંક https://bit.ly/3GqRok7 માં આપેલ અરજી ફોર્મ ભરી, રહેઠાણ અંગેના પુરાવાની નકલ સાથે ગોધરા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરીના કંપાઉન્ડમાં સ્થિત બહુમાળી ભવનના ભોંય તળીયે આવેલ જિલ્લા રોજગાર કચેરી ખાતે પહોચાડવાની રહશે. તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવાર સંપૂર્ણપણે શારીરિક ફીટ હોય તેવા જ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેની ખાસ નોંધ લેવા તેમજ વધુ માહિતી જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નંબર ૦૨૬૭૨-૨૪૧૪૦૫ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક યાદિમાં જણાવાયુ છે.
( અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે લીંક:- https://bit.ly/3GqRok7 )




