એવું તે કેવું કામ.? જે એક મહિનામાં જ તોડવું પડ્યું મેઘરજ ના રાજપુર ગામના નવીન રસ્તાનું કામ હલકી ગુણવતા વારુ, ભ્રષ્ટાચાર ની પોલ સામે આવી

0
22
વાત્સલ્યમ્ સમાચાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

એવું તે કેવું કામ.? જે એક મહિનામાં જ તોડવું પડ્યું મેઘરજ ના રાજપુર ગામના નવીન રસ્તાનું કામ હલકી ગુણવતા વારુ, ભ્રષ્ટાચાર ની પોલ સામે આવી

IMG 20230326 110634

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપૂર (કંટાળું ) ગામે બનાવેલ નવીન રસ્તાનું કામ હલકી ગુણવતા વારુ હોવાના આક્ષેપો સાથે માત્ર દોઢ એક મહિનામાં અઢી કિમિ જેટલો રાજપુર ગામનો નવીન બનાવેલ ડામોર નો રસ્તો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો.ફરીથી નવીન રસ્તો સારી ગુણવતા વારો બને તેવી ગામ લોકોની માંગ, બીજી તરફ કહી શકાય કે આવા તે કેવા કામો કે જે નવીન બનાવી ને માત્ર એક દોઢ મહિનામાં જ તોડી પાડવામાં આવે છે..? શું આ બાબતે અરવલ્લી માર્ગ અને મકાન વિભાગ અજાણ કે શું..? મેઘરજ તાલુકાનું તંત્ર કેમ ની શબ્દ એ પણ સવાલ..?

સરકાર દ્વારા રસ્તાઓના કામ માટે લાખો થી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફારવી દેવામાં આવતી હોય છે પરંતુ કેટલીક વાર કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવતા વાળું તેમજ અધિકારીઓ ની મીલી ભગત ના કારણે વધુ ટકાવારી કમાવાની આશાને લીધે નવીન રસ્તામાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હૉય છે તેનું જાગતું અને તાજું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં મેઘરજ તાલુકાના રાજપુર (કંટાળું ) ગામે આઝાદીના 75 વર્ષ પછી રસ્તાનું કામ શરુ થયું અને તેમાં પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો જેમાં ગામમાં બનાવેલ અઢી કિમિ નો ડામોર રસ્તો માત્ર દોઢ એક મહિના ની અંદર તોડી પાડવામાં આવ્યો બીજી તરફથી ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું કે આ રસ્તાના કામ કાજ સમયે રજુઆત પણ કરી હતી કે સારો રસ્તો બનાવો પરંતુ રસ્તાની સાઈડ સંભારી રહેલાં સુરવાઈઝરે કહ્યું હતું કે ગામડાના રસ્તા તો આવા જ બનશે ત્યારે આ બાબતે ગામ લોકો દ્વારા રજુઆત કરતા નવીન બનાવેલ રસ્તાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અંતે આ રસ્તો રિજેક્ટ થતા આ સંપૂર્ણ નવીન બનાવેલ રસ્તો માત્ર એક દોઢ મહિનામાં જ ખોદવામાં આવી રહ્યો છે ત્યારે કહી શકાય કે ખરેખર તંત્ર ની રહેમ નજર હેઠળ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ થયું હોય તેવું આ રસ્તો જોઈને સ્પષ્ટ પણે જોઈ શકાય છે ત્યારે આ બાબતે મેઘરજ તાલુકાની અંદર માર્ગ અને મકાન વિભાગની ઠેર ઠેર જે ફરિયાદો વધી રહી છે જેના કારણે આગામી સમયમાં રસ્તાનું કામ ચોક્કસપણે સારું અને સારી ગુણવત્તા થાય તેવું હાલ લોકો ઇચ્છવી રહ્યા છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews