GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના વિસ્તારોમાં સાંજના સુમારે અચાનક આંધી જેવી સ્થિતિ સર્જાઈ.

 

તારીખ ૨૦/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં આજે સાંજના સુમારે કુદરતે રૌદ્ર મિજાજ બતાવ્યો છે. સાંજના સાતેક વાગ્યાના અરસામાં આખા શહેરમાં ફૂંકાયેલા અતિ તેજ પવનને કારણે ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક વિસ્તારોમાં હોલ્ડિંગ ઉડવાની ઘટના સાથે વાહનચાલકોને ધૂળની ડમરીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ તારીખ 19 માર્ચની સાંજના સાતેક વાગ્યાના સુમારે અચાનક કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આંધી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરમાં ભારે પવનના ઝોકા અનુભવાયા હતા.જેના કારણે અનેક વિસ્તારોમાં ધૂળ ઉડી રહી હતી અને દૃશ્યતા પર અસર જોવા મળી હતી જ્યાં નગરના કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ હલનચલન થવાની ઘટનાઓ પણ સામે આવી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આ અચાનક પવનવેગનું કારણ પશ્ચિમ દિશાથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તાપમાનમાં થયેલા અચાનક ફેરફાર છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીમાં વધારો નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થઈ હતી અને આજ સાંજના સુમારે અચાનક પવન સાથે આંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સાથે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા જેના કારણે ગરમીમાં થોડી રાહત થઈ હતી.

Back to top button
error: Content is protected !!