DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાના શિક્ષક સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો.

BLOની કામગીરી કરવા માટે હાજર નહી થતાં ધ્રાંગધ્રા મામલતદારે શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું.

તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

BLOની કામગીરી કરવા માટે હાજર નહી થતાં ધ્રાંગધ્રા મામલતદારે શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું, આજથી એક તરફ SIRની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે ઇકઘની કામગીરી કરવા માટે હાજર નહી થનારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના શિક્ષક સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાતા ખળભળાટ મચી ગયો છે BLO તરીકે બેચરભાઈ ઝેડ સાંભડ ને જવાબદારી સોંપવામાં આવી હતી ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમા આવેલ શાળા નંબર 2 ના BLO તરીકે બેચરભાઈ ઝેડ સાંભડ ને જવાબદારી સોંપવામાં આવી હતી ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમા આવેલ શાળા નંબર 2 ના BLO તરીકે બેચરભાઈ ઝેડ સાંભડ ને જવાબદારી સોંપવામાં આવી હતી જો કે આમ છતાં ધ્રાંગધ્રાના શિક્ષક બેચર સાંભડ ચૂંટણીલક્ષી કામગિરીમાં હાજર થતા ન હતા અને તેમના કારણે ચૂંટણીલક્ષી કામગિરીમાં અસર પડી શકે તેમ હતી આખરે ધ્રાંગધ્રા મામલતદારે શિક્ષક બેચર સાંભડ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે મામલતદારે શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી તેમને મામલતદાર સમક્ષ હાજર કરવા હુકમ કર્યો હતો ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈને ધરપકડ વોરંટ મોકલવામાં આવ્યું છે અને શિક્ષકને હાજર કરવા જણાવ્યું છે ઉલ્લેખનિય છે કે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મામલતદાર દ્વારા પણ શિક્ષક સામે વોરંટ જારી કરાયુ હતું બુથ લેવલ ઓફિસર પર ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાના પગલે ચૂંટણીલક્ષી કામગિરી કરનારા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આજથી SIRની કામગીરી શરૂ થઇ રહી છે અને BLO ઘરે ઘરે જઈ અને ફોર્મ ભરાવશે તથા મતદારોનું વેરિફિકેશન કરશે.

Back to top button
error: Content is protected !!