
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૯ ડિસેમ્બર : ભીમાસર પ્રાથમિક શાળામાંથી વિદાય લેતા શિક્ષકોને વિદાય આપવા માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BRC કોઓર્ડિનેટર શ્રી મયુરભાઈ પટેલ, સરપંચ શ્રીમતી ડાઈબેન હુંબલ, અગ્રણી શ્રી વી. કે. હુંબલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જખાભાઈ હુંબલ, SMC અધ્યક્ષ ધીરુભાઈ પરમાર, CRC કોઓર્ડિનેટર મહેશભાઈ દેસાઈ, તલાટી કમ મંત્રીશ્રી ભરતભાઈ અને એકતાબેન તેમજ ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ એસએમસી સમિતિના સભ્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દિલીપસિંહ ચૌહાણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સાલ અને પુષ્પગુચ્છથી કર્યું. ત્યાર પછી વિદાય લઈ રહેલા શિક્ષકોને શાળા, પંચાયત અને SMC તરફથી ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના લાંબા સમયના સેવાકાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદાય લેતા શિક્ષકોએ શાળા અને ગામ વિશેના પોતાનાં સંસ્મરણો તાજા કર્યાં હતાં આ સમયે સૌની આંખો ભીની થઈ હતી. આ સમારોહમાં ગામના અગ્રણી શ્રી વી.કે.હુંબલ સાહેબ તથા બીઆરસી કો-ઓર્ડીનેટર મયુરભાઈ પટેલે પ્રેરક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો ભોજન સહિત તમામ ખર્ચ ગામના અગ્રણી શ્રી વી.કે.હુંબલ તરફથી ઉપાડવામાં આવ્યો હતો જેનો શાળા પરિવાર થકી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો.આ કાર્યક્રમ એક સફળ કાર્યક્રમ હતો જેમાં વિદાય લેતા શિક્ષકોને શાળા પરિવાર તરફથી યાદગાર વિદાય આપવામાં આવી હતી.




