GUJARATKARJANVADODARA

ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કલા મહાકુંભ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરુચ દ્વારા આયોજિત આમોદ તાલુકાના કલા મહાકુંભ 2025નું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું

નરેશપરમાર.કરજણ,

ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કલા મહાકુંભ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરુચ દ્વારા આયોજિત આમોદ તાલુકાના કલા મહાકુંભ 2025નું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આમોદ તાલુકા ના આછોદ ક્લસ્ટરના સીઆરસી શ્રી ઇમરાન પટેલ, બ્લોક રિસોર્ટ પર્સન શ્રી દીપકભાઈ ત્રિવેદી તથા આજુબાજુની શાળાઓમાંથી નિર્ણાયકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆ સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આપણી સંસ્કૃતિના જતનમાં અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કલાના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સીઆરસી શ્રી ઇમરાન પટેલ સાહેબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા ઉપસ્થિત કલા પ્રેમી જનતાને કલાનું જીવનમાં કેટલું મહત્વ છે અને કલા થકી જીવનમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થાય છે તેની સમજ આપી હતી.આ કલા મહાકુંભમાં તાલુકા લેવલ પર 14 જેટલી કૃતિઓ ચાર વિભાગમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમોદ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંત અને ઉત્સાહ પૂર્વક પોતાની આગવી શૈલીમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલાને પ્રદર્શિત કરી ઉપસ્થિત જનતાને મંત્રમુગ્ધ કરી હતી. કલા મહાકુંભના પૂર્ણહૂર્તિ પ્રસંગે નિર્ણાયક તરીકે સેવા આપનાર મો.સલીમ સૈયદ સાહેબે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જેઓ વિજેતા થયા હતા તેમને જિલ્લા કક્ષાએ આમોદ તાલુકાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે સેવા આપવા બદલ સીમાબેન પટેલ અને અનીશાબેન પટેલ તથા આજુબાજુની શાળાઓમાંથી પધારેલા નિર્ણાયકશ્રીઓનો અને સાથ સહકાર આપનાર તમામનો શાળાના એ હાઈસ્કૂલ આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!