ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : એસીબીએ મેઘરજના લાંચિયા વીજકર્મીને 500 રૂપિયાની લાંચ લેતા દબોચી લેતા કર્મીની સર્કિટ ઉડી ગઈ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : એસીબીએ મેઘરજના લાંચિયા વીજકર્મીને 500 રૂપિયાની લાંચ લેતા દબોચી લેતા કર્મીની સર્કિટ ઉડી ગઈ

અરવલ્લીમાં સફળ ટ્રેપ : વિજ વિભાગના કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અરવલ્લી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ આજે એક સફળ ટ્રેપ ગોઠવીને વિજ વિભાગના કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો હતો.મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજ સબ ડિવિઝન કચેરીમાં કાર્યરત રામાભાઇ લક્ષ્મણભાઇ ટાભિયાર (ઉંમર ૪૨), ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ, વર્ગ-૪, હેડક્વાર્ટર ઇપલોડા યુજીવીસીએલ સબ ડિવિઝન કચેરી,એ ફરિયાદી પાસેથી ગેરકાયદે લાંચની માંગણી કરી હતી.જેમાં ફરિયાદીનું લાઇટબિલ સમયસર ન ભરાતા વિજ કનેક્શન કાપી મીટર કચેરીમાં જમા કરાયું હતું. બાદમાં બિલની રકમ ભર્યા પછી ફરીથી મીટર લગાવી વિજ પુરવઠો શરૂ કરવો હોય ત્યારે આક્ષેપિત કર્મચારીએ રૂ. ૧૫૦૦/-ની લાંચ માગી હતી. અંતે રૂ. ૫૦૦/-માં સમજૂતી કરતા ફરિયાદીએ એ લાંચ આપવાની ના પાડી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

એ.સી.બી.એ ગોઠવેલા ટ્રેપ મુજબ તા. ૧૯/૦૯/૨૦૨૫ના રોજ ઇપલોડાથી મેઘરજ જતા રસ્તા પર વાસણા ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.લાંચની સ્વીકારેલ તેમજ પરત મેળવેલ રકમ રૂ. ૫૦૦/- નોંધાઈ છે.આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી ટી. એમ. પટેલ, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ તેમજ સુપરવિઝન અધિકારી એ. કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમની દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!